મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ભંગના માત્ર પાંચ જ કેસ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ભંગના માત્ર પાંચ જ કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં આજે પણ આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધંધો કરવા અંગે એકેય ગુન્હો નોંધાયો ન હતો.

મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો ઉઠાવી લેતા કોવિડ જાહેરનામા કેસ ઘટ્યા છે. રાત્રી કફર્યુ ભંગ અને દુકાન બંધ કરવાની સમય મર્યાદાનો છેદ ઉડી જતા હવે કોવિડ જાહેરનામા ભંગના કેસ ઉતરોતર ઘટ્યા છે. ગઈકાલે મોરબી જિલ્લામાં કોવિડ જાહેરનામા ભંગના માત્ર ચાર જ કેસ નોંધાયા બાદ આજે પણ માત્ર પાંચ જ કેસ નોંધાયા હતા.

- text

જેમાં મોરબીમાં વેપારના સ્થળે વધુ ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ફરસાણની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, માળીયામાં પણ નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી દંડની આનાકાની કરતા એક રીક્ષાચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બાકીના ત્રણેય તાલુકામાં કોવિડ જાહેરનામાના એકેય કેસ નોંધાયા ન હતા.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text