મોરબી જિલ્લામાં કોરોના વેકસીનની અછત નિવારવા મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : મોરબી જીલ્લામાં કોરોના વેકસીનની અછત નિવારવા તેમજ તમામ વેક્સીનેશન સેન્ટરો ઉપર દરરોજ રસીકરણ ચાલુ રાખવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકોને ફ્રી વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. સરકાર દ્વારા અબજો રૂપિયાના ખર્ચે લોકોને વેક્સીન લેવા માટેની જાહેરાતો આપવામાં આવી રહી છે. કદાચ આ જાહેરાતનો ખર્ચ વેક્સીનના ખર્ચ કરતા પણ વધારે તો નહિ હોય ને? મોબાઈલ ફોનમાં પણ કોઈને ફોન કરો ત્યારે એક મિનીટ જેટલા સમય માટે વેકસીન લેવા અને કોરોના બચાવ માટેની મોબાઈલની રીંગટોન વાગે છે. સરકાર માસ્ક ન પહેરનારને એક હજારનો દંડ પણ કરે છે.

આમ, સરકાર લોકોને વેક્સીન લેવા માટે અને કોરોના સામે લોકોનું રક્ષણ થાય તે માટે અબજો રૂપિયાનો ખર્ચ આવી જાહેરાતો પાછળ કરે છે. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે સરકાર લોકોને પુરતી વેકસીન મળી તે માટે કા તો પુરતો ખર્ચ નથી કરતી અથવા તો સરકારને લોકોને વેક્સીન આપવા કરતા પોતાની જાહેરાતો દ્વારા સ્વપ્રસીધ્ધિ મેળવવામાં જ રસ હોય તેવું તો નથી ને?

જો મોરબી જીલ્લાની જ વાત કરીએ તો સરકારની જાહેરાત મુજબ 70થી પણ વધારે સેન્ટરો પર રોજ રસી આપવામાં આવશે અને રસી ઉત્સવના દિવસે આ બધા સેન્ટરો ઉપર રસી આપવામાં આવેલ છે. તેવા દેખાવો કરેલ અને સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. તેવું દેખાડવામાં આવેલ હતું. પરંતુ હાલની પરિસ્થિતિ આનાથી બિલકુલ વિપરીત છે. હાલમાં ખુબજ ઓછા એટલે કે 30થી પણ ઓછા સેન્ટરો પર રસીકરણ થાય છે. અને તેમાં પણ ખુબ જ લીમીટેડ રસીના ડોઝ આવે છે. લોકો જાગૃત થઇને રસી લેવા ઉત્સાહિત છે. પરંતુ હવે સરકાર લોકોને રસી પૂરી નથી પાડી શકતી. લોકો સવારે લાઈનમાં ઉભા રહે છે. પરંતુ રસી નથી મળતી એટલે નિરાશ થઇને પાછા પોતાના ઘરે જવું પડે છે. આનાથી લોકોનું કામ કે પોતે વ્યવસાયમાં હોય છે. તે પણ નથી થતું અને તેને રસી પણ નથી મળતી. આમ તેઓનું બંને બાજુ એ નુકશાન થાય છે.

- text

વધુમાં, જણાવ્યું છે કે મોરબી શહેરમાં આવેલ સંસ્કાર વેક્સીન સેન્ટર કે જે સ્થળે આખા જીલ્લામાં લોકો માટેની ખુબ જ સારી વ્યવસ્થા છે. જેથી લોકો ત્યાં સવારથી લાઈનમાં ઉભા રહે છે. લોકોને બેસવાની તેમજ પાણીની પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તે સેન્ટર આજની તારીખે તંત્રના કારણે બંધ કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના સેન્ટરોમાં પણ પુરતી વેક્સીન નથી આવતી. આના માટે માળિયા (મી.) તાલુકાનું જુના ઘાંટીલા ગામ કે જે શહેરથી દુર છે. તેમજ જીલ્લાનું છેવાડાનું ગામ છે. મોટું ગામ છે. ત્યાં હજુ 80%થી પણ વધુ લોકોને રસી લેવાની બાકી છે. માત્ર 20% લોકોને જ રસી મળી છે. તેમાંથી પણ ઘણા બીજા સેન્ટરો પરથી લઇ આવેલ છે. આમ આવી પરિસ્થિતિ મોરબી જીલ્લાના મોટા ભાગના ગામોની છે.

જયારે બીજી બાજુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પૈસા આપીને વેક્સીન મળે છે. ત્યાં ક્યારેય જથ્થો ખૂટતો નથી. તો શું સરકાર જાહેરાત મફતમાં વેક્સીન આપવાની કરે છે. અને પાછળથી લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા આપીને વેક્સીન લેવા મજબુર કરે છે? શું પ્રાઇવેટ હોસ્પિટલોમાં લોકોને રસી લેવા જવા મજબુર થવું પડે તેવું સરકાર ઈચ્છી રહી છે? તો મોરબી જીલ્લા તેમજ સમગ્ર ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વેક્સીનનો જથ્થો ફાળવવામાં આવે અને લોકોનું ત્રીજી લહેર સામે રક્ષણ થાય, ત્રીજી લહેર ગુજરાતમાં ન આવે તેવા પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text