હળવદ નજીક જ્વલનશીલ કેમિકલ ભરેલ ટેન્કરની પલટી

- text


કંડલાથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કર આડે ગાય ઉતરતા વહેલી પરોઢે અકસ્માત : જાનહાની નહિ

હળવદ : માળીયા અમદાવાદ હાઇવે ઉપર આજે વહેલી પરોઢે કંડલાથી જ્વલનશીલ કિંમતી કેમિકલ ભરીને જઈ રહેલું ટેન્કર હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક પલટી મારી જતા જોખમ સર્જાયું છે. આ કેમિકલની દુર્ગંધ એટલી તીવ્ર હતી કે આજુબાજુના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી પરોઢે માળીયા અમદાવાદ હાઇવે ઉપર હળવદ માર્કેટ યાર્ડ સામે કંડલાથી કેમિકલ ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટેન્કર પલટી મારી જતા લાખો રૂપિયાનું કિંમતી અને અત્યંત જ્વલનશીલ કેમિકલ ઢોળાઈ ગયું હતું. જો કે આ અકસ્માતમાં ટેન્કરચાલકનો આબાદ બચાવ થયો છે.

વધુમાં, આ ટેન્કરમાં કંડલાથી એસિડ કેસીડ નામનું કીમતી ૩૦ ટન જેટલું કેમિકલ ભરવામાં આવ્યું હતું અને ટેન્કર અમદાવાદ તરફ જઈ રહ્યુ હતું ત્યારે હળવદ હાઈવે પર આવેલ માર્કેટ યાર્ડ સામે વહેલી સવારે ગાય આડી ઉતરતા ટેન્કરચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી ખાઇ જતાં કેમિકલ ઢોળાઈ ગયું છે અને આ કેમિકલની તીવ્ર દુર્ગંધના કારણે આજુબાજુમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text