ઘરમાં છુપાવેલો દારૂ-બીયર સાથે એક ઝડપાયો

- text


રૂ. 26 હજારથી વધુ કિંમતનો દારૂ જપ્ત, એકની શોધખોળ ચાલુ

મોરબી : મોરબી શહેરમાં ઘરમાંથી વ્હીસ્કી-બીયરનો રૂ. 26 હજારથી વધુ કિંમતનો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. અને એક શખ્સની શોધખોળ કરવામાં આવી છે.

મોરબીમાં માધાપર શેરી નંબર 20માં મહેશ વજાભાઇ ખીટના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ સુપરીયર વ્હીસ્કીની 59 બોટલો (કિ.રૂ. 22,125), બ્લેક પેશન ડીલક્ષ વ્હીસ્કીની 4 બોટલો (કિ.રૂ. 1200) તથા ટુબર્ગ બીયરના 36 ટીન (કિ.રૂ. 3600) મળી કુલ કિ.રૂ. 26,925નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો.

- text

પોલીસે રેઇડ દરમ્યાન આરોપી મહેશ મળી આવતા તેની અટકાયત કરી છે. તેમજ આરોપી કિશન હાજર નહિ મળી આવતા તેને પકડવા તજવીજ કરાઈ છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text