ટ્રાન્સજેન્ડર્સ ઓનલાઇન અરજી કરી ઓળખ-જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવી શકશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં રહેતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની ઓળખ જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ તેની ઓળખ માટે પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ક્લેકટરશ્રી મોરબીને ભારત સરકારના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સનમાં (National portol For transgender persons) નિયત કરેલ નમુનામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ તરીકેની જાતિ અંગેનું ઓળખનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી www.transgender.dosje.gov.in વેબસાઇટ પર કરી શકે છે.

આ વેબસાઇટ પર અરજદારે પોતાની ઓળખ માટે પુરાવા તરીકે રૂપિયા ૫૦/- નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ, આધારકાર્ડ અને રેશનકાર્ડ જેવા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નંબર ૦૫, જિલ્લા સેવાસદન, સો ઓરડી સામે, મોરબી ઓફિસ નંબર ૦૨૮૨૨-૨૪૨૫૩૩ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text