પાનેલી ગામે વિચિત્ર ઈયળો ઉભરાઈ : ગ્રામજનો ચોંક્યા

- text


મોટાભાગના ઘરોમાં ઈયળ મધપૂડાની જેમ ઉભરાતા ગામલોકોનું જીવવું હરામ

મોરબી : ચોમાસાની ઋતુમાં જીવજંતુનો ભયાનક રીતે ઉપદ્રવ થાય છે. ત્યારે ખાસ ચોમાસામાં જોવા મળતી વિચિત્ર ઈયળોનો મોરબીના પાનેલી ગામે ભયાનક હદે ઉપદ્રવ થયો છે. મોટાભાગના ઘરોમાં ઈયળોએ આંતક મચાવતા ગામલોકોનું જીવવું હરામ થઈ ગયું છે. ઘરની દીવાલો તેમજ જ્યાં જુઓ ત્યાં ઘરમાં ઈયળનું સામ્રાજ્ય ફેલાઈ જવાથી ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મોરબીના પાનેલી ગામના લોકોના જણાવ્યા મુજબ હમણાંથી વરસાદી માહોલ જામતાની સાથે જ ખાસ ચોમાસામાં જોવા મળતી ઈયળોએ ભયાનક ઉપદ્રવ થયો છે. ઘરની ઘરેક દીવાલોમાં મોટી સંખ્યા ઈયળો ચોંટેલી હોય છે તેમજ ઘરમાં જે જગ્યાએ જુઓ ત્યાં ઈયળ, ઈયળ જ દેખાઈ છે એટલી હદે ઈયળોએ આંતક મચાવ્યો છે. ઘરમાં નિરાંતે લોકો રહી શકતા નથી. ઘરમાં જાવ કે તુરત જ ઈયળો ચોંટી પડે છે. ભોજન બનાવો તો તેમાં પણ ઈયળો પડે છે. તેથી ખાવું શુ? ખરેખર ઈયળોએ નાકે દમ લાવી દીધો છે. ગામના ઘણો ઘરો ઈયળોએ આંતક મચાવ્યો છે.

ગામના ઘણા ઘરોમાં ઈયળોએ પોતાનું સામ્રાજ્ય એ હદે ફેલાવ્યું છે કે ગામ લોકો ઊંઘી પણ શકતા નથી. ઘરમાં બે ઘડી રહેવું હોય તો પણ ઈયળો નિરાંતે જંપ લેવા દેતી નથી. હવે ઈયળોએ તો જીવવું હરામ કરી દીધું છે. મહિલાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે ગામમાં ઘણા ઘરોમાં ઈયળોનો ત્રાસ છે અને તેમના બાળકો પણ માંદા પડ્યા છે. ઈયળોના ત્રાસથી બાળકો પણ હવે અહીંથી જતા રહેવાની જીદ પકડે છે. આમ છતાં કોઈ અમારી પીડા સંભાળવાવાળું નથી કે કોઈ જરાય ધ્યાન જ આપતું નથી. તેથી, જવાબદાર તંત્ર આ ઈયળોના ત્રાસમાંથી મુક્ત કરવા કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી ગામલોકોએ માંગ કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text