વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટેન્કરે ઇકો કારને હડફેટે લેતા ચારને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટેન્કર ચાલકે હડફેટે લેતા ઇકો કારમાં જઈ રહેલા ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.આ અકસ્માત અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ-રાજકોટ હાઇવે વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજથી આગળ ઓનેસ્ટ હોટલ પાસે ગત તા. 17ના રોજ ટેન્કર રજી.નં. જીજે-૧૦-ટીએક્ષ-૩૯૫૧ના ચાલકે પોતાનું વાહન બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી ગોરધનભાઇ લખમણભાઇ ધોરીયાની ઇકો કાર રજી.નં.જીજે-૩૬-આર-૫૬૩૦ને પાછળથી ઠોકર મારી કારને પલ્ટી ખવડાવી દીધી હતી. આથી, કારમાં સવાર જયાબેન, રાઘવભાઇ તથા રતાભાઇને લોહી ફુટ તથા મુંઢ ઇજા તેમજ હેમીબેનને માથામાં ગંભીર ઇજા તથા ડાબા જડબામાં ફેક્ચર જેવી ઇજા પહોંચી હતી.

- text

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસે ટેન્કરચાલક સલીમભાઇ હાસમભાઇ ફકીર સામે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text