ધો. 9થી 12ની ખાનગી શાળાને શરૂ કરવા મંજૂરી ન અપાઈ તો આંદોલન

- text


મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ઉગ્ર રજુઆત
સરકાર માંગણી ન સ્વીકારે તો ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

મોરબી : ધો. 9થી 12ની ખાનગી શાળાને શરૂ કરવા મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મેદાને પડ્યું છે. આજે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ ખાનગી શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ મોરચો માંડી ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં લાંબા સમયથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકોને હાલાકી પડતી હોય તેમજ ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલી પડતી હોવાની રજુઆત કરી તાત્કાલિક ધો. 9થી 12ની ખાનગી શાળાને શરૂ કરવાની માંગ કરી હતી. જો સરકાર આ માંગણી ન સ્વીકારે તો ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ ખાનગી શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને તેમની સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, હવે કોરોનાની બીજી લહેર એક્દમ શાંત પડી ગઈ છે અને જનજીવન પણ નોર્મલ બની ગયું છે. તેથી, સરકાર દ્વારા સરકારી સ્કૂલો, ટ્યુશન ક્લાસિસો તેમજ અન્ય તમામ વ્યાપારી તેમજ ધંધાકીય કામકાજને શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી ખાનગી શાળાને શરૂ કરવાની મંજૂરી અપાઈ નથી.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તેમજ શાળા સંચાલકોની લાંબા સમયથી ખાનગી શાળા શરૂ કરવાની માંગને સરકાર દ્વારા અવગણના કરવામાં આવે છે. જેથી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તેમજ શાળા સંચાલકોમાં જબરી નારાજગી જોવા મળી રહી છે. તેથી, અગાઉ કોરોના કાળમાં ખાનગી શાળાઓને પણ શરૂ કરવાની મંજૂરી આપી હતી. તે રીતે બીજી લહેરમાં પણ ખોલવાની મંજૂરી આપવાની ઉગ્ર માંગ કરી છે.

વધુમાં, જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં સરકારે તમામ વાણિજ્યક વ્યવસાયો તેમજ સરકારી સ્કૂલ અને ટ્યુશન કલાસીસને પણ ખોલવાની મંજુરી આપી છે તો ખાનગી શાળાને અન્યાય શા માટે? ટ્યુશન કલાસીસની સરખામણીમાં ખાનગી શાળામાં શિક્ષણ સહિતની તમામ સવલતો અને કોવિડના નિયમોનું અસરકારક રીતે પાલન કરી શકાય એમ છે. શાળાઓ બંધ હોવાથી પ્રત્યક્ષ શિક્ષણ ખોરવાઈ જતા વિદ્યાર્થીઓને મોટું નુકસાન થાય છે. આથી, વાલીઓ પણ શાળા શરૂ થાય તેવી માંગ કરે છે.

ઉપરાંત વેકસીનના બન્ને ડોઝ લઈને શિક્ષકો સહિત તમામ સુરક્ષિત છે. જ્યારે મોટાભાગના રાજ્યોમાં શાળાઓ ખોલવા માટે રોડમેપ તૈયાર કરીને જાહેર કરી દીધો છે. તેમજ તાજેતરમાં હાઇકોર્ટે દ્વારા પણ રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની પીઆઈએલ દરમિયાન ટકોર કરવામાં આવી હતી કે ક્રિકેટના મેદાનમાં ભીડ થઈ શકતી હોય તો આ પરિસ્થિતિમાં શાળાઓ બંધ રાખી શિક્ષણ બગાડવું જોઈએ નહીં. તેથી, સરકાર ખાનગી શાળા ખોલવાની મંજુરી નહિ આપે તો ઉગ્ર આંદોલન અને ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text