મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સબ સેન્ટરોમાં વેકસીનેશનના નામે મીંડું

- text


જોધપર ગામે હજુ સુધી વેકસીનેશન ચાલુ જ ન થતા લોકોને ભારે મુશ્કેલી

મોરબી : સંભવિત કોરોનાની ત્રીજી લહેરની આફત વચ્ચે સરકાર અસરકારક વેકસીનેશન ઉપર ઘણો જ ભાર મૂકી રહી છે અને વેકસીનેશન માટે મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પણ તંત્ર વેકસીનેશન માટે જરાય ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વેકસીનેશન હકીકત ગંભીર છે. જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોના સબ સેન્ટરમાં વેકસીનેશનની કામગીરી શૂન્ય જેવી જ છે. તેમાંય સૌથી વધુ કેસ નોંધાયેલા હોય એવા ગામમાં હજુ વેકસીનની કામગીરી માત્રને માત્ર પાશેરામાં પુણી સમાન જ થઈ છે.

મોરબી જિલ્લાના ત્રણ ગામોમાં વેકસીનેશનની સ્થિતિ જોઈએ તો વેકસીનેશન હજુ માત્ર 5 કે 10 ટકા જ થયું હોવાનું સામે આવે છે. જેમાં મોરબીના મકનસર ગામના સરપંચ માવજીભાઈ દારોદરાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં કોરોનાની બીજી લહેરમાં અનેક કેસ નોંધાયા હતા. તેમના ગામમાં 15 હજારથી માંડીને 17 હજારની વસ્તી છે. પણ આ ગામમાં રસીકરણની હજુ સુધી અસરકારક કામગીરી કરવામાં આવતી નથી કયારેક જ આ કામગીરી થાય છે. તેમાંય માત્ર 100 કે 150 ડોઝ આવતા હોય એની સામે 300 જણા વેકસીન લેવા આવતા હોવાથી વેકસીનેશનમાં મોટી ખામી સર્જાઈ છે. તેમાંય હમણાં છેલ્લા 15 દિવસથી વેકસીનની કામગીરી બંધ છે. એટલે મોટાભાગના લોકો વેકસીનથી વંચિત છે.

મોરબી શહેરને અડીને આવેલા અને ખૂબ ઝડપથી વિકાસ પામતા નાની વાવડી ગામના સરપંચ જેન્તીભાઈ પડસુબીયાએ જણાવ્યું હતું કે, ગામની વસ્તી અને વિસ્તાર પણ ખૂબ મોટો છે. પણ એની સામે વેકસીનની કામગીરી ક્યારેક જ થાય છે. ક્યારેક-ક્યારેક વેકસીનની જે કામગીરી થાય છે.તેમાં પણ 100 કે 150 ડોઝ હોવા સામે વેકસીન લેનાર મોટા સમૂહ હોવાથી ઘણા લોકોને વેકસીન વગર નિરાશ થવું પડે છે. આટલું ઓછું હોય એમ ઘણા દિવસોથી વેકસીનની કામગીરી બંધ છે. એક તો પહેલેથી રગશિયા ગાડાંની માફક કામગીરી અને ઉપરથી હવે વેકસીનેશન બંધ થતાં ઘણા લોકો હજુ વેકસીનથી વંચિત છે.

- text

મોરબીના જોધપર (નદી) ગામના સરપંચ મનજીભાઈ બાલાસરાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં પણ કોરોનાની બીજી લહેરમાં ઘણા કેસ નોંધાયા હતા અને તે સમયે મોટું કોવિડ સેન્ટર પણ શરૂ થયું હતું. પણ વેકસીન માટે તંત્રએ હજુ સુધી કોઈ ગંભીરતા દાખવી જ નથી.એટલે હજુ સુધી આ ગામમાં વેકસીનની કામગીરી શરૂ થઈ જ નથી. ગામની 2500 ની આસપાસ વસ્તી છે.પણ અત્યાર સુધીમાં વેકસીનેશન શરૂ થયું ન હોવાથી ગામલોકોને વેકસીન લેવા માયે બહાર જવું પડે છે અને ગામમાં પણ મોટાભાગના લોકોનું વેકસીનેશન થયું જ નથી. તંત્રએ આ ગામને નજરઅંદાજ કર્યું હોય તેમ હજુ સુધી વેકસીનેશન શરૂ ન થતા ગામલોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text