રફાળેશ્વરથી લાલપર સુધી ટ્રાફિક જામ, વાહનોના થપ્પા લાગ્યા

- text


ટ્રાફિક જામ થવાથી અનેક વાહનચાલકો ફસાયા

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. જેમાં આજે ફરી ટ્રાફિક જામની રામાયણ સર્જાઈ હતી અને હાઇવે ઉપર રફાળેશ્વરથી લાલપર સુધી ટ્રાફિકજામ થતા વાહનોના થપ્પા લાગ્યા હતા. ટ્રાફિક જામ થવાથી અનેક વાહનચાલકો ફસાયા હતા.

મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. આજે ફરી હાઇવે ઉપર રફાળેશ્વરથી લાલપર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ફૂલ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકો.મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ હોવાથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. સંબધિત તંત્ર આ ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ કરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text