મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 9 સામે કાર્યવાહી

- text


મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ગઈકાલે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામા ભંગ બદલ કર્યાવહી કરી હતી. મોરબી જિલ્લામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 9 પોલીસની ઝપટે ચઢી ગયા હતા. જ્યારે જિલ્લામાં એકમાત્ર ટંકારામાં આજે પણ એક જ રીક્ષાચાલક સામે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર ધંધો કરવા અંગે ગુન્હો નોંધાયો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો ઉઠાવી લેતા કોવિડ જાહેરનામા કેસ ઘટ્યા છે. રાત્રી કફર્યુ ભંગ અને દુકાન બંધ કરવાની સમય મર્યાદાનો છેદ ઉડી જતા હવે કોવિડ જાહેરનામા ભંગના કેસ ઉતરોતર ઘટ્યા છે.

- text

ગઈકાલે મોરબીમાં વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર વધુ ભીડ એકઠી કરી ધંધો કરીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફેમેલી શો રૂમના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2 વ્યક્તિ, માળીયામાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક વ્યક્તિ, માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક અને ટંકારામાં કોવિડ ટેસ્ટ અને વેકસીન લીધા વગર ધંધો કરવા અંગે એક રીક્ષાચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text