નાદ ગુંજે જય રણછોડ માખણચોર, સુભદ્રા વીર બલરામ સંગ જગન્નાથ!

- text


આજે અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા નગરયાત્રા કરે છે

ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે. અષાઢી બીજ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો ભાઈ-બહેન સાથે નગરયાત્રા કરવાનો દિવસ. રથયાત્રા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો તહેવાર છે.

ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. સામાન્ય રીતે, ભક્તો ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જાય છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા નગરયાત્રા કરે છે.

હિન્દૂ પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,008 રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું.

રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે.

- text

કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.

ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિની અરજ સ્વીકારી અને પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં આ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા.

‘જગન્નાથ’થી કેમ ઓળખાયા?

સતયુગમાં ઈન્દ્રાદ્યુમન નામે એક ચક્રવર્તી અને મહાન રાજા થઈ ગયો જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વતે ગયો પરંતુ ભગવાન વિષ્ણની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હોવાથી તે ખૂબ નિરાશ હતો. સ્વર્ગમાંથી તે સમયે આકાશવાણી થઈ કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આમ, ભગવાન તેના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિ સ્વરૂપે અવતરિત થયા અને તે જગતના નાથ એટલે કે જગન્નાથ તરીકે ઓળખાય છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text