ટંકારાના ઘુનડા ખાનપરમાં બે ઇંચથી વધુ વરસાદ : નદી, નાળા વહેતા

- text


બપોરથી સાંજ સુધી મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ

ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે બપોરથી સાંજ સુધીમાં મેઘરાજા મન મુકીને વરસતા અંદાજે બે ઇંચથી વધુ ઇંચ વરસાદ વરસતા નદી, નાળા વહેતા થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.

આજે સવારથી વાતાવરણમાં બદલાવ સાથે મેઘાંડમ્બર સર્જાયું હતું અને બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ સાંજ સુધીમાં ધોધમાર વરસાદ પડતાં અંદાજે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. મુશળધાર વરસાદને પગલે નદી, નાળા વહેતા થયા હતા. અને ઘુનડા આજુબાજુમાં સચરાચર મેઘકૃપા વરસતા ખેડૂતોની મુરઝાતી મોલાતને જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text