આવતીકાલે પણ 35 સ્થળે રસીકરણ : આજે 3825 લોકોને ડોઝ અપાયા

- text


યુવા વર્ગને 2490 અને 45 વર્ષથી ઉપરના 1283 નાગરિકોને આજે કોરોના રસી મુકાઈ

મોરબી : મોરબીમાં રાત્રી કરફ્યુ સહિતના નિયંત્રણમાંથી મુક્તિ મળવા છતાં હજુ સુધી રસીકરણની રફતારમાં કોઈ વધારો થયો નથી અને રાબેતા મુજબ આવતીકાલે 35 સ્થળે વેકસીનેશન કરવાનું તંત્ર દ્વારા જાહેર કરાયુ છે.

મોરબી જિલ્લામાં આજે જુદા – જુદા સ્થળોએ હાથ ધરવામાં આવેલા રસીકરણ કાર્યક્રમ દરમિયાન 18થી 44 વર્ષના યુવાવર્ગના 2490 નાગરિકોને સરકારી કેન્દ્ર ઉપર રસી અપાઈ હતી ઉપરાંત 52 લોકોએ પ્રાઇવેટમાં રસી મુકાવી હતી. આ સાથે આજે 45 વર્ષથી વધુ ઉંમરના 1283 લોકોએ કોરોના રસી મેળવી હતી.

- text

દરમિયાન આવતીકાલે પણ આરોગ્ય વિભાગે 35 સ્થળે રસીકરણ કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં 13, વાંકાનેર તાલુકામાં 9, હળવદ તાલુકામાં 6, ટંકારા તાલુકામાં 4 અને માળીયા મિયાણા તાલુકામાં 3 સ્થળે રસીકરણ કરવામાં આવશે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text