કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજ, મારા વાલાને સોરઠ સાંભળ્યો, જો ને આવી અષાઢી બીજ!

- text


આજે અષાઢી બીજનું પાવન પર્વ : કચ્છીઓના નૂતન વર્ષનો પ્રારંભ : ખેડૂતો માટે મહત્વનો દિવસ

અષાઢી બીજ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજનું અનેરું મહત્વ છે. કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ થાય છે. ખેડૂતો મેઘરાજાની રાહ જુએ છે. અને સૌરાષ્ટ્રના જુદા-જુદા ધર્મસ્થાનો સહિત ગામેગામ અષાઢી બીજ નિમિત્તે લોકમેળા, ધ્વજારોહણ, મહાપ્રસાદ તથા ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજનો થાય છે.

કચ્છીઓના નવા વર્ષનો ઇતિહાસ

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,
મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત,
અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું!

કહેવાય છે કે કેરાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો ફૂલાણી વિચારવંત રાજવી હતો. અવનવા વિચારો તેના મનમાં ઊઠતા. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં લગી તેને શાંતિ થતી જ નહિ. એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં પ્રવેશ્યો અને પૃથ્વીના છેડો શોધવા માટે પ્રયત્નો થવા જોઈએ એવું તેણે વિચાર્યું.

- text

તે સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ પૃથ્વીના છેડાની શોધમાં નીકળી પડયો. ચોમેર ઘૂમી વળ્યો. પરંતુ તેને શોધમાં સફળતા પ્રાપ્ત ન થઇ. જામ લાખાને નિરાશ થઇ પરત આવવું પડયું. એ સમયે અષાઢ માસ શરુ થયેલો. સારા વરસાદના લીધે વનરાજી ઠેર-ઠેર ખીલી ઊઠેલી. પરિણામે તે પ્રસન્ન થઈ ગયો. અને તેણે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ કરવા સમગ્ર કચ્છમાં હુકમ કર્યો. અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે.

ખેડૂતો માટે મહત્વનો દિવસ

સામાન્ય રીતે, ખેડૂતો ખેતરમાં વાવણીનો આરંભ કરે દે છે. આથી, અષાઢી બીજ સુધીમાં ખેતરોમાં વાવણી કાર્ય પુર્ણ થઇ ગયું હોય છે. ખેડૂતોએ નિંદામણ પણ કરી લીધું હોય છે. ખેતરોમાં કુંપણો જેવો પાક ડોકયા કરવા લાગ્યો હોય છે. આથી, હવે આકાશમાંથી વરસાદ વરસવાની આવશ્યકતા હોય છે.

કહેવાય છે કે અષાઢી બીજના દિવસે મેઘરાજા અચુક અમી-છાંટણાં વરસાવે જ છે. ત્યારે અષાઢી બીજ ખેડૂતો માટે મહત્વનો દિવસ બની રહે છે. વરસાદ વરસે તો ખેડૂતો ખુશ થઇ એકબીજાને ‘અષાઢી બીજના રામ-રામ’ કહી તહેવાર ઉજવે છે. એકંદરે અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text