લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ 1.38 લાખનો વોડકા દારૂ ઝડપાયો

- text


મોરબી એલ.સી.બી. ટીમે વઘાસિયા ટોલનાકા નજીકથી ચોટીલાના શખ્સને પકડી પાડ્યો : 2.43 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબી : વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ચોટીલાના શખ્સને અશોક લેલન કંપનીના દોસ્ત વાહનમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ ઓરેન્જ ફ્લેવર વોડકા દારૂના રૂ.1.38 લાખના દારૂના જથ્થા સહિત કુલ રૂ.2.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

મોરબી એલસીબી ટીમ દારૂ જુગારની બદી ડામવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીકથી લીલા ઘાસચારો ભરીને પસાર થઈ રહેલ અશોક લેલન કંપનીના દોસ્ત મીની વાહન ચેક કરતા આ ગાડીમાંથી મુનવીક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૨૫૨ કી.રૂ. ૭૫,૬૦૦, વ્હાઇટ લેક ઓરેંજ ફ્લેવર વોડકાની ૧૮૦ એમએલ. કાચની કંપની શીલ પેક બોટલ નંગ- ૬૨૪ કી.રૂ. ૬૪,૪૦૦, કિંમત રૂપિયા 1.38 લાખનો જથ્થો મળી આવતા ગાડીના ચાલક ઇમરાન ઉર્ફે ભાઇજાન રજાકમાઇ (ઉ.વ. ૩૨ રહે. ચોટીલા, ઘાંચીવાડ શેરી નં-૫, તા.ચોટીલા સુરેન્દ્રનગર) વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો.

વધુમાં એલસીબી ટીમે દારૂની હેરફેર કરતા આરોપી પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ તેમજ નંબર વગરની અશોક લેલન કંપનીની દોસ્ત મોડલની ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦ કબ્જે કરી કુલ રૂપિયા 2.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, બ્રિજેશ કાસુન્દ્રા વગેરે દ્વારા કરવામા આવી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text