જેનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય તે ચીઝ અને પનીર ખાવાથી થાય છે અનેક ફાયદા

- text


પનીર અને ચીઝ દૂધમાંથી બનાવવામાં આવતા ખાદ્ય પદાર્થ છે. પનીર કે ચીઝનું નામ આવતા જ સૌ કોઈને મોઢામાં પાણી આવી જાય છે. સ્વાદના રસિયાઓને પનીરની વાનગીઓ અતિ પ્રિય હોય છે. રેસ્ટોરન્ટ કે ઘરમાં પંજાબી સબ્જી, સેન્ડવીચ કે પીઝા જેવી આઈટમ બનાવતી વખતે તેનો ઉપયોગ કરવાથી વાનગી સ્વાદિષ્ટ બને છે. પરંતુ જો તેનો ઉપયોગ કોઈપણ મસાલા વિના કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ત્યારે પનીર અને ચીઝના ફાયદા જાણી લઈએ.

પનીર

પનીરમાં ફાઈબર હોય છે. જે પાચક શક્તિમાં વધારો કરે છે. કાચુ પનીર ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. પનીરમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. તેમાં એમિનો એસિડ (લિસિન, મેથિયોનિનો, ટ્રિપ્ટોફન) પણ છે જે માનવ શરીર માટે જરૂરી છે. પનીરમાં રહેલું સેલેનિયમ અને પોટેશિયમ મગજની કાર્યક્ષમતા વધારે છે તેથી, યાદશક્તિમાં વધારો થાય છે. તેમાં પોટેશિયલ હોય છે, જે બી.પી.ને કંટ્રોલ કરે છે. પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3,6 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેનાથી હાડકાઓ મજબૂત થાય છે. અને આર્થ્રાઈટિસ થવાનો ખતરો ઓછો થાય છે. તેમજ દાંતમાં કેવિટી થવાની સમસ્યાને પણ રોકે છે.

- text

ચીઝ

ચીઝમાં ખૂબ પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જે શરીરની નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદગાર છે. સાથે જ સાંધાના દુખાવા અને દાંતને લગતા રોગો પણ ઓછા થાય છે. ચીઝના સેવન બાદ સ્વસ્થ ઊંઘ આવે છે. ચીઝ ખાવાથી સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો ઓછો થઈ શકે છે. ચીઝમાં ભરપૂર વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે. ચીઝ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે, જ્યારે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. ચીઝમાં ડાયટ્રી ફાઈબર ખોરાક પચાવવામાં મદદ કરે છે.

ચીઝ અને પનીર દૂધની બનાવટ હોવાને કારણે તેમાં દૂધના પણ ગુણોનો ભંડાર છે. આથી, નિષ્ણાતો દ્વારા શરીરમાં તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો ચીઝનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. બોડી બિલ્ડિંગ કરતા લોકો માટે પણ પનીર કે ચીઝ ફાયદાકારક છે. જિમ જતા લોકોના ડાયટમાં પણ ક્યારેક ચીઝ ચીઝ અને પનીર સામેલ કરવામાં આવતા હોય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ચીઝ કે પનીર ખાવાથી મેદસ્વિતાની શક્યતા રહે છે. કારણ કે તેમાં સૈચ્યુરેટેડ ફેટ હોય છે. આ ફેટ પ્રમાણસર શરીરમાં જાય તો જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેનો અતિરેક શરીર માટે હાનિકારક છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text