નવલખી હાઇવે પર ધૂળની ડમરી ઉડવાની સમસ્યા નિવારવા રેલવેએ ટ્રેકનું સફાઈકામ બંધ કર્યું

- text


વાહનચાલકોની પરેશાની અંગે મોરબી અપડેટે અહેવાલ પ્રસિદ્ધ કરવાની સાથે રેલવે તંત્રનું ધ્યાન પણ દોર્યું, રેલવે તંત્રના હકારાત્મક વલણથી વાહનચાલકોને રાહત થઈ

માળીયા (મી.): મોરબી નવલખી હાઇવેની સમાંતર બિછાવેલ રેલવે લાઇનના મરામત કાર્યમાં ધૂળની ડમરીઓ ઉડાડવામાં આવતી હોય દરરોજ અકસ્માત થવાના ભય વચ્ચે ટુ વ્હીલ ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. આ મામલે મોરબી અપડેટે અહેવાલ પ્રકાશિત કરી રેલવે તંત્રનું ધ્યાન દોરતા તેમને તુરંત આ કામ બંધ કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નવલખી હાઇવે ઉપર રેલવે ટ્રેકમાં પાથરવામાં આવેલી કોન્ક્રીટમાં જામેલી ધૂળ અને કોલસીની સફાઈ માટે રેલવે દ્વારા ખાસ પ્રકારના મશીન સાથેના એન્જીન દ્વારા દિવસના સમયે કામ કરવામાં આવતું હતું. આ ખાસ પ્રકારનું મશીન રેલવે ટ્રેકની સફાઈ કરે ત્યારે મોટા પ્રમાણમાં ધૂળ અને કોલસીના બારીક રજકણો વાવાઝોડાની જેમ ડમરી ચડાવતા હોવાથી રેલવે ટ્રેકની બરાબર બાજુમાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા.

- text

આ અંગે છ દિવસ પૂર્વે મોરબી અપડેટે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ સાથે મોરબી અપડેટની ટીમે ઇન્ચાર્જ સુરેશ ગૌતમને જાણ પણ કરી હતી. તેઓએ ઉપરી કક્ષાએ રાજકોટ ડિવિઝનના કિરીટ પરમારને રજુઆત કરવાનું કહ્યું હતું. આ મામલે કિરીટ પરમારને હકીકત જણાવતા તેઓએ રૂબરૂ સ્થળની મુલાકાત લઈને કામ તુરંત રોકાવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે નહિ.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text