મોરબીના લાયન્સનગરમાં આર.સી.સી. રોડ બનતા લોકોને કાદવ-કીચડથી છુટકારો

- text


મોરબી : મોરબી શહેરમાં ખાડા-ખબડા રોડના લીધે ચોમાસા દરમિયાન કાદવ-કીચડ થઇ જતાં હોવાથી લોકોને મુશ્કેલીઓ પડે છે. ત્યારે શનાળા બાયપાસ નજીક આવેલા લાયન્સનગર સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. આથી, સ્થાનિકોને આ વર્ષે ચોમાસામાં કાદવ-કીચડથી છુટકારો મળશે, તેમ જણાવી સામાજિક કાર્યકરે ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી એ યાદીમાં જણાવ્યું છે કે શનાળા-બાયપાસ પાસે આવેલા લાયન્સનગર, આનંદનગર, ગુલાબનગર, દેવીપુજકવાસ તથા અન્ય વિસ્તારમાં હાલ નગરપાલિકા દ્વારા નવા RCC રોડ બનાવવાનું કામ ચાલુ છે. દર વર્ષે ચોમાસામાં રહીશોએ કાદવ-કીચડમાં ચાલવું પડતું હતું અને મુશ્કેલી થતી હતી. પરંતુ ઘણા વર્ષો બાદ આ વર્ષે ચોમાસામાં ગારા-કીચડમાંથી નહીં ચાલવું પડે. આ વિસ્તારને જાણીતા કોન્ટ્રાકટર મળેલ છે. જેથી, રોડનું કામ પણ સરસ, ઝડપથી અને નિયમ મુજબ થાય છે. તેમજ વોર્ડ નંબર 11માં મેઈન રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખુશીની લાગણી જોવા મળેલ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text