કલર્સ ચેનલ ઉપર બેરિસ્ટર બાબુ સીરિયલમાં ચમકતા મોરબીના મયુર બાપા

- text


મોરબી : કલર્સ ટીવી ચેનલ ઉપર આવતી લોકપ્રિય સિરિયલ બેરિસ્ટર બાબુમાં મોરબીના જુનિયર રમેશ મહેતા ચમક્યા છે અને ગઈકાલે ઓન એર થયેલ એપિસોડમાં તેમની ભૂમિકા દર્શકોને જોવા મળી હતી.

કલર્સ ટીવી ચેનલ ઉપર શશી સુમિત પ્રોડક્શન્સની લોકપ્રિય સીરિયલ બેરિસ્ટર બાબુમાં મોરબીના જાણીતા કલાકાર અને જુનિયર રમેશ મહેતાથી જાણીતા મયુરભાઈ પીઠડીયા (મયુર બાપા) કોર્ટ સંકુલમાં સફાઈ સૈનિકની ભૂમિકામાં જોવા મળ્યા છે. બેરિસ્ટર બાબુ સિરિયલ દર્શકોમાં ખુબ જ લોકપ્રિય બની છે ત્યારે કોર્ટ પરિસરમાં ફિલ્માંકન થયેલા સફાઈ સૈનિકના રોલ માટે અનેક કલાકારોને અજમાવ્યા બાદ કાસ્ટિંગ ડાયરેક્ટર બરખા પાટીદારે કાકાના આ કેરેક્ટર માટે મયુર બાપાની પસંદગી કરી હતી.

બેરિસ્ટર બાબુ સિરિયલનું હાલમાં ગોંડલ દરબાર ગઢ ખાતે શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં મયુર બાપાએ કલાના કામણ પાથરતા તેમને શુભેચ્છકો તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text