S.Y. B.Scમાં મોરબીની વિદ્યાર્થીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ

- text


મોરબી : તાજેતરમાં જાહેર થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસ.વાય. બી.એસ.સી.ના પરિણામમાં મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી ફર્સ્ટ આવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીની વિદ્યાર્થીની રાઠોડ માનસીએ S.Y. B.Scની પરીક્ષામાં 92.36% મેળવી પ્રથમ ક્રમાંકે આવી કોલેજ તથા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ કન્યા છાત્રાલયનું નામ રોશન કર્યું છે. તેમજ કોલેજની કુલ 50 વિદ્યાર્થીનીઓમાંથી 40 વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી ટોપ 100માં સ્થાન પામી છે. જે બદલ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, પ્રિન્સિપાલ આરતી રાંકજા તથા શિક્ષકગણ એ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી છે.

- text

- text