લૂંટો ભાઈ લૂંટો! કાર ગેરેજમાં પડી હોવા છતાં ફાસ્ટટેગથી ટોલટેક્સ કપાયો

- text


મોરબી : વાહન ટોલનાકા ઉપરથી પસાર થયું ન હોવા છતાં ફાસ્ટટેગ સિસ્ટમ વડે બેંક એકાઉન્ટમાંથી ટોલ ટેક્સ કપાઈ જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મોરબીના ઉદ્યોગપતિની ગાડી ગેરેજમાં હોવા છતાં સુરજબારી ટોલ પ્લાઝાથી ટોલટેક્સ કપાઇ જતા ફાસ્ટ ટેગમાં લૂંટો ભાઈ લૂંટોની નીતિ ચાલતી હોવાનું વધુ એક વખત સાબિત થયું છે.

મોરબીના ઉદ્યોગપતિ શૈલેષ ભાલોડિયાના જણાવ્યા મુજબ તેમની કાર ત્રણ દિવસ થયા મોરબીમાં દેવદીપ મોટર ગેરેજ ખાતે રિપેરીંગમાં પડી છે. આથી, કાર ટોલ નાકામાંથી પસાર થઈ હોવાનો સવાલ જ ન  હોવા છતાં સુરજબારી ટોલ પ્લાઝામાંથી ટોલટેક્સ કપાયો છે. અને ગત તા. 27ના રોજ બેંક એકાઉન્ટમાંથી રૂ. 80 ફાસ્ટટેગ ચાર્જ ડેબિટ થયાનો મેસેજ આવ્યો છે. આમ, તંત્રની બેદરકારીનો વધુ એક છબરડો સામે આવ્યો હતો.

- text

- text