હવે મોરબીવાસીઓને 24×7 મળશે અદ્યતન સારવાર : શહેરમાં શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ. કાર્યરત

- text


  • હદય, ફેફસા, મગજ, લીવર, કિડની, ઝેરી અસર, ઇન્ફેક્શન, એન્ડોક્રાઈન સહિતના રોગ તથા સમસ્યાઓની સારવાર ઉપલબ્ધ

  • હોસ્પિટલ અનેક સુવિધાઓથી સજ્જ : અનુભવી ડોક્ટરોની ટીમ 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓ 24×7 અદ્યતન સારવાર મળશે. કારણકે શહેરમાં શ્રીજી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. કાર્યરત થઈ છે. જ્યાં હદય, ફેફસા, મગજ, લીવર, કિડની, ઝેરી અસર, ઇન્ફેક્શન એન્ડોક્રાઇન સહિતના રોગ તથા સમસ્યાઓની સારવાર ઉપલબ્ધ છે. અહીં અનુભવી ડોકટરોની ટીમ છે. સાથે હોસ્પિટલ પણ અનેક સુવિધાઓથી સજ્જ છે.

મોરબીના સાવસર પ્લોટમાં ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઉપર શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇ.સી.યું. કાર્યરત છે. જેમા 24× 7 ઇમરજન્સી સારવાર, 24×7 સ્પેશિયાલિસ્ટ ડોકટરોની હાજરી, 24×7 લેબોરેટરી, ફાર્મસી અને એમ્બ્યુલન્સની સુવિધા, અદ્યતન આઈ.સિ.યુ. બેડની સુવિધા, મેડિસિન ઓપીડી તથા દાખલ વિભાગ, ડિલકસ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ રૂમની સુવિધા, સ્ટાન્ડર્ડ કંપનીના વેન્ટિલેટર, મલ્ટીપેરા મોનીટર, ઇન્ફ્યુજન પંપ, ઇસીજી, નેબ્યુલાઈઝર વગેરેની સુવિધા, સેન્ટ્રલ ઑક્સિજન સિસ્ટમ, સ્ટ્રેચર લિફ્ટ, વહીલચેર અને જનરેટરની સુવિધા, અનુભવી નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ ઓફિસર સહિતની સુવિધાઓ છે.

અહીં સેવા આપતા ડો. પિયુષ દેત્રોજા મોરબી જિલ્લામાં સૌપ્રથમ ક્રિટિકલ કેર મેડિસિન (આઈ.સી.યુ. વિભાગ)માં સુપર સ્પેશિયાલિસ્ટ- ગોલ્ડ મેડાલીસ્ટની ડીગ્રી ધરાવતા એક માત્ર ડોકટર છે. તેઓ રાજકોટની ખ્યાતનામ વોકહાર્ટ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે 2 વર્ષ, ગિરિરાજ હોસ્પિટલમાં ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે દોઢ વર્ષ, પરમ કોવિડ હોસ્પિટલમાં કોરોના સ્પેશિયાલિસ્ટ તરીકે એક વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. પરમ હોસ્પિટલમાં તેઓએ 4000 દર્દીઓને સાજા કરી કોરોનામુક્ત કર્યા છે. મ્યુકરમાઇકોસીસના ઘણા દર્દીઓનું સચોટ નિદાન અને રિકવરીમાં બહોળો અનુભવ મેળવ્યો છે.

આ સાથે સેવા આપતા ડો. અતુલ ભોરણીયા કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છે. જેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઇમરજન્સી અને આઇ.સી.યું. વિભાગનો 3 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલ અને જીએમઇઆરએસ- ગોત્રી હોસ્પિટલમાં કોવિડ કન્સલ્ટન્ટ તરીકેનો 9 મહિનાનો અનુભવ પણ ધરાવે છે. ત્યાં તેઓએ 1000થી વધુ ક્રિટિકલ દર્દીઓની સારવાર કરી છે. તેઓએ 2 મહિના ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપી છે.

ઓપીડી એપોઇન્ટમેન્ટ નંબર : 7069355155

ઇમરજન્સી હેલ્પલાઇન નંબર : 7069344144


ફેસબુક પેઈજ

- text

https://www.facebook.com/Shreeji-hospital-icu-102998201930140/


ઇમેઇલ આઇડી

[email protected]


- text