મિતાણા નજીક ઓવરબ્રિજ સાથે અથડાતા બાઈકચાલકનું મોત

- text


રાત્રીના સમયે ખેત શ્રમિક ઓવરબ્રિજના સિમેન્ટ બ્લોક સાથે ટકરાતા મોત નીપજ્યું

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર મિતાણા નજીક બની રહેલા ઓવરબ્રિજને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માત થતા રહે છે. ત્યારે રવિવારે રાત્રિના સમયે બાઈક લઈને જઈ રહેલ ખેત શ્રમિક ઓવરબ્રિજના સિમેન્ટ બ્લોક સાથે અકસ્માતે અથડાતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મીતાણા ચોકડી નવા બનતા ઓવર બ્રિજના મિતાણા તરફના છેડે બાઈક ચાલક રૂપસિંગ રાયસિંગ બુદડીયા (રહે. હમીરપર, તા-ટંકારા, જી. મોરબી, મુળ ગામ-છોટી સદત તડવી ફડીયુ, તા.કટીવાડા, જી.અલિરાજપુર, એમ.પી.) પોતાના હવાલા વાળુ સ્પ્લેન્ડર મો.સા. એંજીન નં ૦૩સી/૮ એમ.ઓ.૩૩૫૭ વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી નવા બનતા ઓવરબ્રિજના સિમેન્ટના આર.ઇ. પેનલ (‌બ્લોક) સાથે પોતાની જાતે ભટકાડી અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. ઘટના અંગે મૃતકના ભાઈ માનસિંગભાઇ રાયસિંગભાઇ બુદડીયા જાતે આદિવાસી (ઉ.વ.૨૬, ધંધો-મજુરી, રહે. હાલ જાબીડા)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text