ખેતીની જમીન પચાવી પાડનારા બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ

- text


હળવદના ચાડધ્રા ગામે બે શખ્સોએ જમીનહડપ કરવા કારસો રચતા મામલો પોલીસમાં પહોંચ્યો

હળવદ : હળવદના ચાડધ્રા ગામે બે શખ્સોએ જમીન પચાવી પાડવાનો કારસો રચતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેમાં જમીનના મૂળ માલીકે બે શખ્સો સામે ખેતીની જમીન ઉપર પેશકદમી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બનુબા વિસાભાઇ ગઢવી (ઉ.વ. ૬૦, ધધો-ઘરકામ, રહે. શેઠનગર સોસાયટી, બ્લોક નં-૧૩૬, માધાપર ગામ પાસે, જામનગર રોડ, રાજકોટ) એ આરોપીઓ માવજીભાઇ ત્રીકમભાઇ જાદવ તથા જેઠાભાઇ ત્રીકમભાઇ જાદવ (રહે. બન્ને રેલ્વે કોલોની પાછળ, વણકર વાસ, ધ્રાગધ્રા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ  ફરીયાદીની માલીકીની હળવદના ચાડધ્રા ગામના સીમ સર્વે નંબર ૬૩ ની ખેતીની જમીન એ-૪-૩૬ ગુઠાવાળી જમીન પૈકી આશરે છ વિઘા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ અગાઉ જીલ્લા કલેકટરનેને લેન્ડ ગ્રેબીગ એક્ટ મુજબ અરજી કરી હતી. જેના કામે પ્રાથમિક તપાસ ચાલુ હોય અને પ્રાથમિક તપાસના અંતે હુકમ થઈ આવતા અંતે આ બનાવની લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ લેન્ડ ગ્રેબીગ કેસની SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ એન. ઉપાધ્યાય તપાસ ચાલવી રહ્યા છે.

- text