મોરબીના ચકમપર ગામે 30 જૂને નિઃશુલ્ક રોપા વિતરણ

- text


મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે આગામી તા.30ને બુધવારે સદગતની સ્મૃતિમાં ઔષધીય રોપનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

મારું ગામ, હરિયાળું ગામ ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં ચકમપર ગામે તા.30ના રોજ સવારે 9 કલાકે પટેલ સમાજ વાડીએથી ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ રાખેલ છે. ચકમપરમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા હોય તેવા પર્યાવરણપ્રેમીઓ નિ:શુલ્ક બેથી ત્રણ રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.

- text

સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવશે. ચકમપર ગામના વૃક્ષપ્રેમી મિત્રો તરફથી આ કાર્યમાં સહકાર આપવા અનુરોધ કરી દરેક ગામના વૃક્ષપ્રેમી લોકો માટે આ એક આદર્શ અને અનુસરણ કરવા સ્વજનોની સ્મૃતિમાં દરેક ગામે આવું આયોજન થાય તો સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે તેમ જણાવી આ અભિયાનને વેગવંતુ બનાવવા ઇચ્છતાં લોકોએ વધુ વિગતો માટે પ્રાણજીવનભાઈ કાલરીયા મોબાઈલ 94262 32400 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text