કાળા મરી, કાળી હળદર ઘરે કુંડામાં વાવો! કાલે મંગળવારથી અવનવા ઔષધીય રોપાનું વિતરણ

- text


વૃક્ષપ્રેમી મિત્રમંડળ દ્વારા નિઃશુલ્ક તેમજ ટોકન દરે રોપા અપાશે

મોરબી : મોરબીના વૃક્ષપ્રેમી મિત્રમંડળ દ્વારા આવતીકાલે મંગળવારથી કાળા મરી, કાળી હળદર, ચમ્પો, જુઈ સહિતના અવનવા ઔષધીય રોપનું ટોકન દરે તેમજ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. તેમજ સોસાયટી, સરકારી કચેરી વગેરે સ્થળે વૃક્ષારોપણ માટે 51 રોપા આપવામાં આવશે.

વૃક્ષપ્રેમી મિત્ર મંડળ મોરબી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારથી દરરોજ સ્કૂલ, કોલેજ, ગૌશાળા, હોસ્પિટલ, મંદિર, સમશાન, કબ્રસ્તાન, ગામતળના ખરાબા કે ગૌચર, આશ્રમ, દયાન કેન્દ્ર, સરકારી કચેરી, આવી બધી જગ્યાએ વૃક્ષ વાવી ને ઉછેરવા માંગતા હોય તેમને વધુમાં વધુ 51 રોપા નિઃશુલ્ક આપવામાં આવશે,

રોપા લેવા આવતા પહેલા રોપા માટેના ખાડા ખોદીને whats app ઉપર વિડીયો કોલ કરીને જગ્યાનું લાઈવ લોકેશન બતાવું અને પાણી પાવાની વ્યવસ્થા તથા બોર્ડર કે પીંજારાની વ્યવસ્થા કરેલ હશે તેને જ રોપા આપવા માં આવશે. રોપા લેવા આવતા સમયે કોવીડ ગાઈડ લાઈનનું પાલન કરવું ફરજિયાત બનાવાયું છે.

રોપ મેળવવા માટે નરેન્દ્રભાઈ અઘારાની વાડી, ગોલ્ડન યલો પેપરની બાજુમાં, ઉમિયા પેકેજીંગની પાછળ, ભડીયાદ જોધપર રોડ, ભડીયાદ ખાતે સાંજે 5.30 થી 6.30 ની વચ્ચે અપોઈંટમેન્ટ લઈને આવવા તથા રોપા લેવા માટે સાંજે 5.30 થી 6.30ની વચ્ચે આવવા જણાવાયુ છે, ઉપરાંત સરકારી નર્સરીમાં મળતા રોપા જ નિઃશુલ્ક આપવામાં આવશે, ખાનગી નર્સરીમાંથી મળતા રોપા ઉપર ટોકન ચાર્જ આપવાનો રહશે.

(1) કુંડામાં વાવી શકાય તેવા ઔષધિય રોપાની યાદી

સત્તાવારી, ચાણોઠી, બ્રામી, વિકડો, લીંડી પીપર, ગુગળ, રાત રાની, મીઠો લીમડો, જીવન્તિકા (ડોડી), યલોવેરા, દામવેલ, પડદા વેલ, કોયલ વેલ (અપારજિતા), હાડ સાંકડ, લજામની, નોર વેલ, હનુમાન વેલ, પાનફૂટી, અરડૂસી, કાળા મરી, કાળા આદુ, કાળી હળદર, દેશી જાસુદ, સફેદ જાસુદ, દેશી ગુલાબ, લાલ મેંદી, ગડો (અમૃતા )(ગિલોય ), અશ્વગંધા

- text

(2)કુંડામાં વાવી શકાય તેવા ડેકોરેટિવ રોપા

કોટન, ડ્રેસિંના, ડાયફન પેકિયા, અકેલીફિયા, મોગરા, ઇંગલિશ ગુલાબ રેડ, જુઈ, ચમેલી, નરગીસ, લાડલા,લાલ ચંપો, સુલતાન ચંપો, પંખા પામ, પામ,

(3) ફળિયામાં વાવી શકાય તેવા ફળ અને ઔષધિય રોપા

લીંબુ,સફરજન, જામફળ, સીતાફળ, હનુમાન ફળ, લક્ષમણ ફળ, રામ ફળ, પપૈયા દેશી, ઓવકાડું, કૃષ્ણ ફળ, સેતુર, ફાલસા, લાલ જાંબુ, રાવણા જાંબુ, આંબા, રાયણ, કાજુ, લીચી, કાશમીરી એપલ બોર, મોસંબી, કમરખ, ચીકુ, અંજીર, ખારેક, દ્રાક્ષ, સંતરા, સોપારી, નાળિયેરી, અખરોટ.

(4) મેદાનમાં અને વાડીમાં વાવી શકાય તેવા ઔષધિય રોપા

લીમડો, પીપડો, અરીઠા, આમળા, બહેડા, હરડે, ખેર ખાખરો, ખિજડો ઉમડો, સવન, પારિજાત, ગરમાડો, કાચનાડ, સીસમ, સીસું, કડાયો, રુદ્રાક્ષ,રાયણ, ગુંદા, પારસ પીપડો, ચંદન, રક્ત ચંદન, લાલ ચંદન, અગરવૂડ, મોહગની, મલેશિયા, તબેબીયા, હરફુલીયા, કરંજ, ગોરસ આંબલી, ખાટી આંબલી, આસોપાલવ, અગથિયો, સીમડો, બીલી, અર્જુન સાદાર, કરમદા, ચરલ, વાંસ, સરગવો, મીંઢોડ, પુત્ર જીવક, ફણસ, મહુડો, ગુગળ, પાદડ,

(5) દેશી શાકભાજી, કઠોળ, અનાજના બીજ મળશે

દેશી શાકભાજીના બીજમાં કાકડી, દૂધી, ગિસોડાં, ટમેટા, ગલકા, રીંગણાં, પાલક, મેથી, ધાણા, કારેલા, દેશી કઠોળના બીજ તુવેર, મગ, વાલ, વટાણા, સોયાબીન, ચણા તેમજ દેશી અનાજ, બાજરીનું બીજ ઉપલબ્ધ છે.

- text