હળવદ શહેરમાં પ્રિ-મોનસુન કામગીરી કરવા માંગ

- text


આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા તંત્રને રજુઆત

હળવદ : હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસુન કામગીરી કરવા બાબતે આમ આદમી પાર્ટીના હળવદ તાલુકાના મહામંત્રી દ્વારા નગરપાલિકાના પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

‘આપ’ દ્વારા આ રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેરના લોકો રસ્તા અને પાણીની સમસ્યાથી પરેશાન છે. હાલમાં જ આપ દ્વારા દશામાંના મંદિરવાળો રસ્તો માનવ બળથી રિપેર કરાવ્યો પણ શહેરના વિકાસ અને સુખકારીની સતા નગરપાલિકા પાસે હોવાથી ચોમાસાની ઋતુમાં મોટાભાગના વોર્ડ તથા સોસાયટીનાં જાહેર રસ્તામાં ખાડા પડેલા હોવાથી ચોમાસા પહેલા તે ખાડાનું બુરાણ કરાવવા માંગ ઉઠાવી છે.

- text

વધુમાં ચોમાસામાં જાહેર માર્ગ ઉપરના ખાડા પાણીથી ભરાઈ જતા હોવાથી દેખાતા નથી અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. અને અમુક સોસાયટીઓમાં ગટરનો પ્રોબ્લેમ થાય છે. ચોમાસાના પાણીનો સીધો ગટરમાં નિકાલ થાય એવું પણ પ્લાનીંગ કરીને ચોમાસાનું પાણી જાજો સમય ભરેલુ ન રહે અને ગંદકી ના ફેલાય તથા નગરજનોને રોગનું ભોગના બનવુ પડે તે માટે નગરજનો વતી અરજને ધ્યાને લઈને સત્વરે આ મુશ્કેલીનું નિવારણ કરવા માંગણી કરવામાં આવી છે.

- text