સિરામિક ક્લસ્ટર માટે વીજ સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રભારી અને સાંસદના પ્રયાસો ફળ્યા

- text


એસોશિએશનની રજુઆત સંદર્ભે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે અધિકારીઓની મીટીંગ બોલાવી હયાત યુનિટો માટે લોડ વધારવા અને નવા યુનિટો માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા સૂચના

મોરબી : મોરબીના સીરામીક ક્લસ્ટર માટે અપૂરતી વીજળીનો વર્ષોથી સળગતો પ્રશ્ન છે. જેમાં વીજળી અપૂરતી મળવા તેમજ વારંવાર લાઈન ફોલ્ટથી સીરામીક ઉધોગને કરોડોનું નુકશાન થાય છે ત્યારે આ સંદર્ભેની સીરામીક એસોસિએશનની રજુઆતને પગલે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને સાંસદ કુંડારિયાએ અધિકારીઓની મીટીંગ બોલાવી હયાત યુનિટો માટે લોડ વધારવા અને નવા યુનિટો માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવાની સૂચના આપી હતી.આમ સોરમીક ઉધોગને પૂરતા વીજ સપ્લાય પૂરો પાડવા નક્કર પ્લાનિંગ ગોઠવાયું હોવાનું સાંસદે જણાવ્યું હતું.

સાંસદ મોહનભાઇ કુંડારિયાના જણાવ્યા મુજબ મોરબી સિરામિક એસોસિએશનની રજુઆતને ધ્યાનમાં લઈને મોરબીની અંદર નવી આવતી ઈન્ડસ્ટ્રીઝ અને હયાત વીજ જોડાણમાં લોર્ડ વધારો કરતા ઉંદ્યોગોને તાત્કાલિક પાવર મળી રહે તે માટે મોરબી એરિયાના વીજ માળખાનું તાત્કાલિક પ્લાનીંગ કરવું જરૂરી હોવાના નિષ્કર્ષ પર આવ્યા હતા. કારણ કે મોરબીની અંદર સિરામિક અને અન્ય ઉદ્યોગોના ઘણા નવા યુનિટો આવી રહ્યો છે. તે માટે મંત્રી સૌરભભાઈ પટેલને સાંસદ તથા લોકોના પ્રતિનિધિ તરીકે રૂબરૂ લેખિત રજુઆતો કરતા મંત્રીએ અધિકારીઓની તાત્કાલિક મીટીંગ બોલાવી હતી. મોરબીમાં નવા ઉદ્યોગોને તાત્કાલિક કનેકશન મળે તે માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા કામગીરી શરુ કરાવવામાં આવી છે.

- text

વધુમાં, જે નવા ઉદ્યોગો પ્લાનીંગમાં છે અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરવા ઈચ્છે છે તેવા ઉદ્યોગોને એક વર્ષમાં જેઓને વીજળીની જરૂરત પડવાની છે, તેઓએ તાત્કાલિક સિરામિક એસોસિએશનને પોતાની ડિમાન્ડની જાણ કરવામાં આવે તો જેનું નવું પ્લાનીંગ કરવા જઈ રહ્યા છે. તો નેટવર્કની તે ઉદ્યોગોને સમાવેશમાં લઇ શકાય એટલામાટે નવા પ્લાનીગમાં સરળતા રહે તો આ અંગે તાત્કાલિક ઉદ્યોગકારોને અમલ કરવા તેઓએ અપીલ પણ કરી છે.

- text