હાઇવેના સર્વિસ રોડ ઉપર આડેધડ વાહન ચલાવનાર સામે તવાઈ ઉતારશે

- text


જિલ્લા ટ્રાફિક પી.આઇ.એ સર્વિસ રોડના રીપેરીંગ કામ ચાલુ હોવાથી ટ્રાફિકજામ થતો હોવાનું જણાવી લોકોને રોગ સાઈડમાં વાહન ન ચાલવા તાકીદ

મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર આજે સવારથી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં સરતાનપર ચોકડીથી રફાળેશ્વર થઈ મોરબીના ત્રાજપર સુધી ટ્રાફિકજામ સર્જાતા લોકોને ભારે હાડમારી વેઠવી પડી હતી. ત્યારે જિલ્લા ટ્રાફિક પીઆઇએ સર્વિસ રોડના રીપેરીંગ કામ ચાલુ હોવાથી ટ્રાફિકજામ થતો હોવાનું જણાવી લોકોને રોગ સાઈડમાં વાહન ન ચાલવવા તાકીદ કરવાની સાથેસાથે આડેધડ વાહન ચલાવનાર સામે તવાઈ ઉતારવાની પણ ચેતવણી આપી છે.

મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઇ જે.એમ.આલના જણાવ્યા મુજબ હાલ સરતાનપર રોડથી મોરબીના ત્રાજપર ચાર રસ્તા સુધી જુદી-જુદી જગ્યાએ હાઇવેના સર્વિસ રોડની રીપેરીંગ કામ ચાલુ છે. જેથી, લોકો મેઈન રોડ ઉપર રોગ સાઈડમાં ઘૂસીને વાહન ચલાવતા હોવાથી ટ્રાફિકજામ થાય છે. આથી, આ ટ્રાફિકજામ કિલિયર કરવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ સક્રિય પ્રયાસો કરી રહ્યો છે.

- text

વધુમાં તેઓએ લોકોને અનુરોધ કરતા કહ્યું છે કે, હાલ હાઇવેના સર્વિસ રોડનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી ટ્રાફિકજામ ન થાય તે માટે લોકો રોંગ સાઈડમાં આડેધડ ન ઘૂસે અને જે જગ્યાએ વણાંક છે તે જગ્યાએ વાહનો વાળે, ખોટા રોંગ સાઈડમાં ન ચાલે તેમજ રોંગ સાઈડમાં વાહનો ચલાવવાથી ખોટો ટ્રાફિકજામ થાય છે. આથી, લોકોનો કિંમતી સમય અને ઈંધણ બગડે છે. જો આ સૂચનાનું પાલન નહીં થાય તો ટ્રાફિક પોલીસે આ અંગે ડ્રાઈવ કરીને આડેધડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરશે તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

- text