કાલથી ભક્તો માટે ખુલશે હળવદ નકલંક ધામના દ્વાર

- text


108 દીવડાની આરતી, ગાદિ પૂજન સહિતના કાર્યક્રમો સરકારની ગાઇડલાઇનને ધ્યાને લઇ કરવામાં આવશે

હળવદ: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના મંદિરો આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. જોકે, કેટલાક મંદિરો આવતીકાલે 12 જૂનના રોજ ભક્તો માટે ખોલવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે ત્યારે હળવદના શક્તિનગર ગામે આવેલ શ્રી નકલંક ગુરુધામના દ્વાર આવતીકાલે 12 જૂનના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે.

કોરોનાની બીજી લહેરને લઈ વધુ સંક્રમણ ન ફેલાય તે માટે થઈ હળવદ નકલંક ગુરુધામના મહંત દલસુખબાપુ દ્વારા પાછલા બે મહિનાથી દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બે મહિના બાદ એટલે કે 12 જુનને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલશે. સાથે જ વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે દર્શનાર્થીઓની વધુ ભીડના થાય તે માટે સરકારની ગાઇડલાઇનનું દર્શનાર્થીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નકલંક ગુરુધામની સાથે સાથે હળવદના મોટાભાગના દરેક ધાર્મિક સ્થળો પણ આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text

નકલંક ગુરુધામના મહંત દલસુખબાપુએ જણાવ્યું હતું કે, કોરાની પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે કોરોના હજુ ગયો નથી. જેથી, અહીં મંદિરમાં બપોરે અને સાંજે દર્શનાર્થીઓ માટે (પ્રસાદ) જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી જે આવતીકાલે 12 જૂનના રોજ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે પરંતુ હજુ થોડા દિવસ માટે મંદિરમાં પ્રસાદ (જમવાની) વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. જેની સર્વે દર્શનાર્થીઓને નોંધ લેવી. વધુમાં એ પણ છે કે આવતીકાલે શનિવારે રામદેવપીરની બીજ હોય જેથી 108 દીવડાની મહાઆરતી, ગાદિ પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈ કરવામાં આવશે.

- text