હળવદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ પાંચ લાભાર્થીઓને મકાનો ફાળવાયા

- text


નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 828 મકાનો તૈયાર કરાયા

હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા ઘરવિહોણો સામાન્ય પરિવારને ઘરનું ઘર મેળવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવમાં આવી છે. અને હળવદ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 828 મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ જેમ મકાનો તૈયાર થાય તેમ તેમ મકાનોની સોંપણી કરવામાં આવે છે. ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ પાંચ લભાર્થીઓને મકાનો ફળવાયા હતા.

હળવદ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા મકાનો તૈયાર થઈ જતા અગાઉ સમયાંતરે લાભાર્થીઓને મકાનોની સોંપણી કરવામાં આવી હતી. જેમાંના 360 મકાનો તૈયાર થઈ ગયા છે અને ઘણા લોકો રહેવા પણ આવી ગયા છે. દરમિયાન આજે હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ અને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા વધુ પાંચ લભાર્થીઓને મકાનોની ચાવી સોંપવામાં આવી હતી. ઘરવિહોણા લોકોને ઘરનું ઘરનો આશરો મળતા તેમના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.

- text

આ તકે હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ.35 હજાર ભરપાઈ કરવાથી સામાન્ય વગરના લોકોને ઘરનું ઘર મેળવાનું સ્વપ્ન સાકાર થાય છે. પ્રથમ રૂ.5 હજાર ભરવાના હોય છે અને મકાનમાં બે રૂમ, રસોડું, ઓસરી અને સંડાસ બાથરૂમની સુવિધાઓ હોય છે. જે લોકો ખરેખર ઘર વિહોણા હોય તેવા લોકોને જ આ યોજનાનો લાભ અપાઈ છે. આથી ગરીબ અને શ્રમિક વર્ગના લોકો જેઓને ઘર ન હોય તેઓને આ યોજનાનો લાભ લેવાની અપીલ કરી છે.

- text