બ્રાહ્મણી-1 ડેમ હેઠળની કેનાલમાં ઉગી નીકળેલા જાડી ઝાખરની સાફ-સફાઈ કરાઈ

- text


સિંચાઈ યોજનાની ડાબી અને જમણી બંને કેનાલનું સફાઈ કામ શરૂ થતાં ખેડૂતોને રાહત

હળવદ : હળવદના બ્રાહ્મણી-૧ (હરપાલ સાગર ડેમ) હેઠળની સિંચાઈ યોજનાની કેનાલમાં ઊગી નીકળેલ જાડી ઝાંખરની સાફ-સફાઈ હાલ પુરજોશમાં ચાલી રહી છે. સાથે જ નજીકના દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે

હળવદ તાલુકાના ૧૨ જેટલા ગામોને બ્રાહ્મણી-૧ ડેમ હેઠળની ડાબી અને જમણી સિંચાઈ યોજનાની કેનાલનો લાભ મળે છે. આ કેનાલમાં પાછલા ઘણા સમયથી સાફ સફાઇના અભાવે જાડી ઝાંખર ઉગી નીકળ્યા હતા. જેને લઇ હળવદ સિંચાઇ પેટા વિભાગ દ્વારા હાલ ડાબી અને જમણી બંને કેનાલોની સાફ-સફાઈ કરાવવામાં આવી રહી છે. આ સફાઈનું કામ ૯૦ ટકા જેટલું થઇ પણ ગયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે આવતાં થોડા દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવશે.

- text

સિંચાઈ પેટાવિભાગ હળવદના નાયબ કાર્યપાલક ઇજનેર કે.જી. લીંબડીયાએ જણાવ્યું હતું કે, હાલ કેનાલ સાફ સફાઈનું કામ પૂર્ણતાના આરે છે. આવતા થોડા દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવનાર હોય જેથી અત્યારે આગોતરા વાવેતર માટે આ કેનાલ થકી સિંચાઈનો લાભ મળે છે તે ગામના ખાતેદારોએ સિંચાઈ માટેના ફોર્મ વહેલી તકે ભરી જવા. જેથી સિંચાઇનું આયોજન થઇ શકે. તેમ જણાવ્યું હતું.

- text