વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતા ધારાસભ્ય સાબરીયા

- text


હળવદની મામલતદાર કચેરી અને ધાનાળામાં કરાયુ વૃક્ષારોપણ

હળવદ : આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય સાબરીયા દ્વારા હળવદ મામલતદાર કચેરીમાં અને ધનાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આવનાર પેઢીને વૃક્ષોથી શુદ્ધ હવાનો લાભ મળે હેતુ સાથે હળવદ અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હળવદ મામલતદાર કચેરી ખાતે અને ધનાળા ગામે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી. સાથે જ લોકોને અપીલ પણ કરી હતી કે વૃક્ષોનું મહત્વ આપણા જીવનમા અનેરું છે. જેથી, દરેક લોકો વૃક્ષારોપણ કરે તે જરૂરી છે.

- text

આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ એરવાડીયા, હળવદ પી.આઈ. પી.એ. દેકાવાડીયા, નાયબ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય, ધર્મેન્દ્રભાઈ જોશી, અશોકભાઈ પ્રજાપતિ સહિતનાઓ હાજર રહ્યા હતા.

 

- text