મોરબી જિલ્લામાં બે દિવસમાં 5520 યુવાવર્ગનું વેકસીનેશન

- text


15 વેકસીનેશન સેન્ટર ઉપર રજીસ્ટ્રેશન શરૂ થતાં જ કલાકોમાં તમામ સ્લોટ બુક

મોરબી : મોરબી જિલ્લામાં 18 થી 44 વર્ષની વયજુથના યુવાવર્ગ માટે 4 જૂનથી કોરોના વેકસીનેશન શરૂ થતાની સાથે જ પ્રથમ દિવસે 2736 અને આજે બીજા દિવસે 2784 મળી બે દિવસમાં કુલ 5520 યુવાવર્ગે ઉત્સાહભેર રસીકરણ કરાવ્યું હતું.

જિલ્લા આરોગ્ય વિભાગ મોરબીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તા.4 ના રોજ 18 થી 44 વર્ષના વયજુથના નાગરિકો માટે જિલ્લામાં કુલ 15 સ્થળે વેકસીનેશન સેન્ટર શરૂ કરાતા પ્રથમ દિવસે કુલ 2736 અને આજે તા.5 ના રોજ 2784 મળી કુલ 5520 યુવાવર્ગના નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

- text

કોરોના મહામારીના બીજા રાઉન્ડ બાદ લોકોમાં ડરની સાથે વેકસીન મુકાવી સુરક્ષિત થવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જો કે હજુ પણ કેટલાક યુવાનો વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કોઈપણ કારણોસર રસીકરણ માટે આવતા ન હોય 15 સેન્ટરમાં મળી 3000-3000 ને બદલે 200 થી વધુ લોકોનું રસીકરણ ન થઈ શકતું હોવાનું પણ સામે આવ્યું છે.

- text