બાળ શ્રમિકોને કામે રાખનાર વાંકાનેરના ફેકટરી માલિક સામે ગુન્હો નોંધાયો

- text


ચાઇલ્ડ ઓફીસરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી

વાંકાનેર : વાંકાનેરના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડીસ્પોઝલ કારખાનામાં બે બાળ શ્રમિકોને કામે રાખીને બાળમજૂરી કરાવાતી હોવાનું શ્રમ અયોગ વિભાગની તપાસમાં બહાર આવતા આ મામલે ફોજદારી ગુનો નોંધાયો છે. જેમાં ફેકટરીના સંચાલક સામે બે બાળકોને મજૂરી કામે રાખવા સબબ ચાઇલ્ડ ઓફીસરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મદદનીશ શ્રમ આયુક્તની કચેરી મોરબીના ચાઇલ્ડ ઓફીસર મેહુલભાઇ એમ. હીરાણીએ વાંકાનેરના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડીસ્પોઝલ કારખાનાના સંચાલક અપુર્વભાઇ મહેન્દ્રભાઇ ઝાલાવડીયા (રહે રાજકોટ) સામે ફરિયાદ નોંધાવો હતી કે,આરોપીએ પોતાના જોખમી વ્યવસાયની યાદીમાં આવતા એકઝીમીયસ ડીસ્પોઝલ કારખાનામાં ૧૮ વર્ષથી ઓછી ધરાવતા બે બાળકો પાસેથી મજુરી કામ કરાવતા મળી આવ્યા હતા. આથી, શ્રમ અયોગ વિભાગે આ બન્ને બાળકોને મુક્ત કરાવી આ બાબતે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ફેકટરીના સંચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text