મોરબીમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ગાંધી ચોકમાં આવેલ મેલડી માંના મંદીર પાસે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા બે આરોપીઓ વલીમામદભાઇ આદમભાઇ ચાનીયા (ઉ.વ. ૪૫) અને અબ્દુલકાદીરભાઇ મહમદભાઇ મકરાણી (ઉ.વ.-૩૩)ને કુલ રોકડા રૂ. ૧૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text