વાંકાનેર : બાઇક ઉપર દેશી દારૂની ડિલેવરી કરવા નીકળેલો શખ્સ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલીસ દ્વારા 37 લીટર દેશી દારૂ લઈને મોટર સાયકલ સાથે ડિલેવરી કરવા નીકળેલા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

- text

વાંકાનેરમાં રાતીદેવળી રોડ પર વૃંદાવન સોસાયટી પાસેથી બાઈક પર સવાર વિજયભાઈ રમેશભાઈ મકવાણાને વેચાણ કરવાના ઇરાદે પ્લાસ્ટિકના 150 પાઉચમા કુલ 37 લીટર કેફી પીણું (કિંમત રૂપીયા 740)ની હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે કેફી પ્રવાહી અને બાઈક મળી કુલ રૂ. 15,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી વિજયભાઈની અટકાયત કરી તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text