વાંકાનેર : કેફી પ્રવાહી સાથે બાઇકચાલક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં પોલીસ દ્વારા કેફી પ્રવાહી સાથે બાઇકચાલકને પકડી પાડવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 31ના રોજ ઢુવા ગામમાં શકિતરાજ પાન પાછળ વરમોરા સીરામીકની પાછળથી સુરાભાઇ હીરાભાઇ માથાસુરીયાને સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.-GJ-04-AA-9186માં કેફી પ્રવાહી 37 લીટર (કિં.રૂ. 740) લઇ જતા પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુરાએ કેફી પ્રવાહી તુલશીભાઇ ગોરાભાઇ ચાવડા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધું હતું. હાલમાં પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text