મોરબી જીલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા વાવાઝોડા સામે સાવચેતીના પગલાં લેવાયા

- text


સગર્ભાઓને સલામત સ્થળે ખસેડાઇ : બે સગર્ભાઓની સફળ પ્રસુતિ કરાવાઈ

મોરબી : ગુજરાત ઉપર તૌકતે વાવાઝોડુ ત્રાટકવાનું હોવાથી વાવાઝોડાથી મોરબી જીલ્લાના લોકોનાં આરોગ્ય ઉપર કોઈ માઠી અસર ન પહોંચે તેના અનુસંધાને આગોતરા આયોજનનાં ભાગ રૂપે મોરબી જીલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યને લગતી કેટલીક આગોતરી તૈયારી કરેલ હતી.

જેમાં વાવાઝોડાનાં સમયગાળા દરમિયાન જે સગર્ભાઓની ડીલેવરીની તારીખ હોય તેવા બહેનોને વાવાઝોડાનાં કારણે ડીલેવરી બાબતે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેવા હેતુથી જીલ્લાનાં કુલ 59 બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, ડીસ્ટ્રીકટ હોસ્પીટલ તેમજ પ્રાઈવેટ હોસ્પીટલ જેવી સંસ્થાઓમાં સલામત સ્થળો ઉપર અગાઉથી જ દાખલ કરી દીધેલ છે. જેમાં હળવદ તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 16, ટંકારા તાલુકામાં 9 તથા માળિયા તાલુકામાં 10 અને મોરબી તાલુકામાં 8 બહેનો સહિત જીલ્લામાં કુલ 59 બહેનોને સલામત સ્થળો ઉપર દાખલ કરવામાં આવેલ છે.

- text

તેમાંથી આજે તા. 18નાં બપોર સુધીમાં વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે એક બહેનને સલામત ડીલેવરી કરાવેલ છે. તેમજ ટંકારા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે એક બહેનને સલામત ડીલેવરી કરાવેલ છે. હાલ બંને બહેનો અને બાળકોની તબીયત સારી છે. તેમ જીલ્લા પંચાયતના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text