ટંકારાની વિદ્યાર્થીની શ્રુતિ નગવાડીયા NMMSની પરીક્ષામાં તાલુકામાં પ્રથમ ક્રમે

- text


ટંકારા : રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 8ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 14/03/2021ના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું પરિણામ ગત તા. 13/05/2021ના બપોરે સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ NMMSની પરીક્ષામાં ટંકારાની વિદ્યાર્થીની તાલુકામાં પ્રથમ ક્રમે આવેલ છે.

- text

આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં સમાવેશ પામતા બાળકોને રાજ્ય સરકાર તરફથી અડતાલીસ હજાર રૂપિયા સીધા બાળકના ખાતામાં જમા કરવામાં આવે છે. આ પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં 46મો ક્રમાંક અને ટંકારા તાલુકાની તમામ શાળાઓમાથી પ્રથમ ક્રમે રહી શહેરની શરૂઆતમા આવેલી એમ. પી. દોશી વિદ્યાલયની શ્રુતિ સંજયભાઈ નગવાડીયા એ અનેરી સિધ્ધી મેળવી શાળાનું અને પરીવારનુ ગૌરવ વધાર્યું છે.

- text