મોરબી માર્ગ અને મકાન વિભાગની પાંચ ટીમો ખડેપગે, 85 હોર્ડિંગ્સ હટાવાયા

- text


વાવાઝોડા દરમિયાન વૃક્ષ કે હોર્ડિંગ્સ પડે તો રસ્તો ખુલ્લો કરવા માટે પાંચ ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ

મોરબી : મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા અલગ અલગ સરકારી વિભાગોની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગની પાંચ ટીમોને નિયુક્ત કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન વૃક્ષ કે હોર્ડિંગ્સ પડે તો રસ્તો ખુલ્લો કરવા માટે પાંચ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

મોરબી જિલ્લામાં વાવાઝોડા દરમિયાન વૃક્ષ કે હોર્ડિંગ્સ અથવા વિજપોલ પડી જવાથી રસ્તો બ્લોક થાય તો રસ્તો ખુલ્લો કરવા માટે માર્ગ અને મકાન વિભાગની પાંચ ટીમોની રચના કરવામાં આવી છે. આ માર્ગ અને મકાન વિભાગની પાંચેય ટીમોને જિલ્લાના પાંચ તાલુકામાં ફરજ માટે તૈનાત કરી દેવામાં આવી છે અને પાંચેય તાલુકામાં એક-એક ટીમ ફરજ બજાવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ભારે પવનમાં જોખમી રહેલા મોરબી શહેરના 28 અને આસપાસના મળીને 85 જેટલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા અને કોઇપણ જગ્યાએ વૃક્ષ પડે તો માર્ગ અને મકાન વિભાગનો લોકો સંપર્ક કરી શકશે તેમ આરએન્ડબીના અધિકારી આદ્રોજાએ જણાવ્યું હતું.

- text

મોરબી, માળીયા અને ટંકારા માટે અધિકારી એચ. એ. આદ્ગોજા (98799 89545), હળવદ અને વાંકાનેર માટે અધિકારી એસ. બી. કડીવાર (99798 91215)નો સંપર્ક કરી શકાશે. તેમજ મોરબી માટે એ. જે ચંદ્રાસાલા (99251 70631), રવિ પરમાર (98243 97327), શિવ સ્ટ્રક્ચરર (99748 99520) તેમજ માળીયા માટે એ. વી. કોરડીયા (98257 73047), પી. એમ. વિરાણી (82381 46105), બેકબોન કંપની (98250 83246), ટંકારા માટે એ. જે ચંદ્રાસાલા (99251 70631), રવિ પરમાર (98243 97327), હૅપીરાજ કન્સ્ટ્રક્શન (99791 03930) તથા વાંકાનેર માટે વી. પી. પરમાર (79907 12132), ડી. એમ. આચાર્ય (99786 99699), શિવમ કન્સ્ટ્રક્શન (91063 68697)નો સંપર્ક કરી શકાશે.

- text