વાંકાનેર ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિની સાદાઈથી ઉજવણી

- text


વાંકાનેર : બ્રાહ્મણોના આરાધ્ય દેવ તથા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પિતૃ વચન પાલક મહાન પરાક્રમી ભગવાન પરશુરામની જન્મોત્સવ નિમિતે ભાટિયા સોસાયટી ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર સ્થિત પરશુરામ ભગવાન મંદિરે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન, મંત્રો સાથે પૂજન અર્ચન કરી સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન પરશુરામ જયંતિ પ્રસંગે પૂજનવિધિ વાંકાનેરના કર્મકાંડમાં વિખ્યાત ગોપાલભાઈ પંડ્યાએ કરાવી હતી. આ સમયે ભૂદેવો પ્રશાંતભાઈ ઉપાધ્યાય, મયુરભાઈ ઠાકર તથા દુષ્યંતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી તેમજ માસ્ક પહેરીને પૂજા તથા આરતી ઉતારવામાં આવી હતી.

- text

ઉપસ્થિત ભૂદેવોએ ભગવાન પરશુરામના જય ઘોષ કરી દાદાની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અને છેલ્લે ઉપસ્થિત તમામ ભૂદેવોએ ભગવાનને પ્રાથના કરી હતી કે, દેશ અને દુનિયામાંથી કોરોના તથા એમએમએસ નામની બીમારીઓમાથી પ્રજાજનોની રક્ષા કરે અને તમામ જીવોને તંદુરસ્તી પ્રદાન કરે તેવી પરશુરામ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

- text