નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં બે આરોપી નવ દિવસના રિમાન્ડ ઉપર

- text


મોરબીનો રવિ ઉર્ફે રાજ હિરાણી અને અમદાવાદનો રમીઝ કાદરી 13મી સુધી રિમાન્ડ ઉપર

મોરબી : મોરબી પોલીસે ઝડપી લીધેલા રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા બે આરોપીને આજે મોરબી અદાલતમાં રજૂ કરાતા નામદાર અદાલતે બન્ને આરોપીને 13 મે સુધી નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ સમાન નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચાણ પ્રકરણમાં મોરબી પોલીસે મોરબીથી બે આરોપીને ઝડપી લઈ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી 11 આરોપીઓને ઝડપી લીધા બાદ આજે મોરબીના રવિ ઉર્ફે રાજ મનોજભાઇ હિરાણી અને અમદાવાદના રમીઝ સૈયદ હુસેન કાદરીને અદાલત સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા નામદાર અદાલતે બન્ને આરોપીઓને આગામી તા.13 મે સુધી 9 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસ હવે આ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કેટલા સમયથી ચલાવવામાં આવતો હતો. કોને કોને વેચાણ આપ્યા સહિતની અનેક બાબતો ઉજાગર કરવા બન્ને આરોપીને રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરશે.

- text