વધુ 131 નકલી રેમડેસીવીર ઇન્જેક્શન અને 20 લાખ રોકડા સાથે 10 શખ્સોની ધરપકડ

- text


ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શનના સ્ટીકર છાપનાર વાપીનો પ્રિન્ટિંગ પ્રેસવાળો પણ ઝડપાયો

મોરબી : મોરબીથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચાણ કરવાનું રેકેટ સામે આવ્યા બાદ મોરબી પોલીસે આ કૌભાંડમાં કુલ 13 શખ્સોને અટકાયતમાં લીધા હતા જે પૈકી ત્રણ આરોપી કોરોના પોઝિટિવ આવતા અન્ય 10 શખ્સોની આજે વિધિવત ધરપકડ કરવામાં આવી છે.

રાજયવ્યાપી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં મોરબી, અમદાવાદ, સુરત, અને મુંબઈ સહિતના કુલ 13 શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારેખમ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસની ત્રણ અલગ અલગ ટીમ દ્વારા કુલ 13 કૌભાંડીને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં તમામના કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રાહુલ અશ્વિનભાઈ લોહાણા, રહે.મોરબી, મહમદ આશીમ ઉર્ફે મહમદ આસિફ મહમદ અબ્બાસભાઈ શેખ રહે.અમદાવાદ અને સંજયકુમાર ઈશ્વરભાઈ પટેલ રહે. ચલા, વાપી કોરોના પોઝિટિવ આવતા હાલ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

- text

દરમિયાન પોલીસે અટક કરેલા અન્ય આઠ આરોપીઓમાં (૧) કૌશલ મહેન્દ્રભાઈ વોરા, રહે.સુરત અડાજણ (૨) પુનિતભાઇ ગુણવંતલાલ શાહ, રહે.મુંબઈ (૩)પ્રકાશ મધુકર વાંકોડે, રહે. ચલા,વાપી (૪) ધર્મેશ ઈશ્વરભાઈ પટેલ, રહે.વાપી (૫) ધીરજભાઇ શીવપુજન કુશવાહ, રહે. મીરારોડ,થાણે (5) હસન અસલમ સુરતી, રહે. સચીન, સુરત (૭) ફહીમ ઉર્ફે ફઇમ હારૂનભાઇ મેમણ, રહે. વેજલપુર,અમદાવાદ અને (૮) નફીસ કાસમભાઇ મન્સુરી,રહે. જુહાપુરા અમદાવાદ વાળાની આજે વિધિવત ધરપકડ કરી છે ઉપરાંત આજરોજ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના સ્ટીકર રેપર પ્રિન્ટ કરનાર પ્રિન્ટિંગ પ્રેસ વાળા નાગુજી ઉર્ફ નાગેશ નામદેવ મોરે રહે.વાપી વાળાની પણ વિધિવત ધરપકડ કરી છે.

દરમિયાન પોલીસ ટીમની તપાસમાં આરોપી ફઈમે અમદાવાદના નફીસ પાસેથી ડુપ્લીકેટ ઇન્જેકશન લઇ રૂપીયા ચુકવેલ તે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનના વેચાણના વધુ રૂપીયા ૨૦,૯૦,૫૦૦ તથા ડુપ્લીકેટ ઇન્જેક્શન નંગ ૧૩૧ મળી કુલ રૂપિયા ૨૭,૧૯,૩૦૦ નો મુદામાલ પોલીસ ટીમે આજરોજ કબ્જે લીધેલ છે. તેમજ બીજી ટીમો પણ હજુ આ કૌભાંડની તપાસ અર્થે કાર્યરત હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

 

- text