માળીયાના મોટા દહીસરા ગામે ખેતરમાં ભોંય ટાકામાં દારૂ છુપાવનાર ત્રણ ઝડપાયા

- text


૧૦૮ બોટલ ઇંગ્લીશ દારૂ અને ટ્રેક્ટરની ટ્રોલી કબજે : મોરબીના આરોપીનું નામ ખુલ્યું

મોરબી : માળીયા મિયાણા પોલીસે મોટા દહીંસરા ગામે ખેતરમાં ભોંય ટાંકો બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને જુદી – જુદી બ્રાન્ડની ૧૦૮ બોટલ દારૂ અને ટ્રેક્ટરની ટ્રોલી સહિત કુલ 2,83,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે અને આ કેસમાં મોરબીના એક શખ્સનું નામ પણ ખુલ્યું છે

માળીયા મિયાણા પીએસઆઇ એન.એચ ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મોટા દહીંસરા વિવેકાનંદનગરની રેલ્વે ફાટકની બાજુમાં આવેલ કુભાતરના રસ્તે આવેલ ખેતરમાં દરોડો પાડતા ખેતરમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ ભોય ટાંકામાંથી વિદેશી દારૂ કાઢી હેરાફેરી કરતા કુલદીપસિંહ સુખુભા જાડેજા ઉ.વ-૨૦ રહે-મોટા દહિંસરા, રવિરાજસિંહ જગતસિંહ જાડેજા, રહે-મોટા દહિસરા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, રહે-મોટા દહિસરા નામનાઆરોપીઓને ૧૦૮ બોટલ વિદેશીદારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ કેસમાં જલ્પેશભાઇ વિનોદભાઇ ખાખી, રહે.મોરબી નવલખી રોડ વાળાનું નામ ખુલતા હાલ ફરાર દર્શવવામાં આવ્યા છે.

- text

પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ ૧૦૮ કિ.૩૩,૩૦૦ તથા મહિન્દ્રા ટ્રેકટર તથા ટ્રોલી કિ.રૂ.૨,૫૦,૦૦૦ કબજે કર્યા છે.

આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ કોન્સ શક્તિસિંહ ઝાલા, શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, હિતેશભાઇ મકવાણા, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

- text