રાહત! મોરબી સિવિલમાં આજે એકપણ એમ્બ્યુલન્સનું વેઇટિંગ નહિ

- text


મોરબી માટે મોટી રાહત : કોવિડ કેર સેન્ટરોમાં પણ દર્દીઓનો ઘસારો ઘટ્યો

મોરબી : લાંબા સમય બાદ આજે મોરબીને હાશકારો થાય તેવા સારા સમાચાર મળ્યા છે. આજે મોરબી સિવિલના પ્રાંગણમાં એક પણ એમ્બ્યુલન્સ નથી કે એકપણ દર્દી વેઇટિંગમાં નથી. એ જ રીતે મોરબી રઘુવંશી સમાજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં માત્ર 14 દર્દીઓ જ સારવારમાં રહેતા બે પૈકી એક વોર્ડને બંધ કરવામાં આવ્યો છે.

મોરબી શહેરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવી અનેક કુટુંબના માળા પીખી નાખ્યા છે. તો બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી એમ્બ્યુલન્સમાં લાઈનમાં રહેતા હતા. તે સ્થિતિમાં આજે ઈશ્વરીય કૃપાથી સુધારો આવ્યો છે અને આજે સિવિલના પટાંગણમાં એકપણ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં નથી. એ જ રીતે સિવિલના વેઇટિંગ એરિયામાં પણ એક પણ દર્દી ન હોવાથી તબીબોએ રાહતનો શ્વાસ લીધો છે.

બીજી તરફ મોરબીમાં કાર્યરત રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં 25 બેડ વાળા બે વોર્ડ કાર્યરત હતા. તેમાં હવે ફક્ત 14 દર્દીઓ જ સારવારમાં રહેતા એક વોર્ડ બંધ કરવામાં આવ્યો છે અને દરરોજ 70 જેટલા લોકો ઓપીડીમાં આવતા તેમાં પણ મોટો ઘટાડો થયો છે. અને આજે ફક્ત 7 લોકો જ ઓપીડીમાં આવ્યા હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

- text

આમ, લાંબા સમયગાળા બાદ આજે મોરબીમાં રાહતરૂપ બે સમાચાર સામે આવ્યા છે અને આવનાર દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહે અને મોરબી જલ્દી ઈશ્વરીય કૃપા મેળવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

- text