નવલખી બંદરે એક હજાર લીટર ડીઝલની ગોલમાલ : ટેન્કરચાલક સામે ઠગાઈની ફરિયાદ

- text


૨૪,૦૦૦ લીટર ડીઝલ પહોંચાડવાનું હોય એના બદલે ૨૩,૦૦૦ લીટર ડિઝલ પહોંચાડતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

માળીયા (મી.) : માળીયા નજીક આવેલ નવલખી બદરે એક હજાર લીટર ડીઝલ ન પહોંચાડીને ટેન્કરચાલકે ઠગાઈ કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ટેન્કર ચાલકને ૨૪૦૦૦ લીટર ડીઝલ પહોંચાડવાનું હોય એના બદલે ૨૩૦૦૦ લીટર ડિઝલ પહોંચાડતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની માળીયા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા નજીક આવેલ નવલખી પોર્ટ ખાતે થયેલી છેતરપીંડીના બનાવમાં રાજકોટની રાજદીપ સોસાયટી શેરી નં.૩, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે રહેતા વિનોદભાઇ કલાભાઇ માલા (ઉ.વ.૪૨) એ આરોપી હરકેશ વિશબનાથ ચૌધરી (રહે.સીંધારીયા પોસ્ટ.સેમરીયા જી.ગોપાલગંજ, બિહાર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૭ ના રોજ આરોપીએ સીલબંધ ટેન્કર નં.GJ-3-BW-5051મા ભરેલ ૨૪૦૦૦ લીટર ડીઝલ ન્યારા એનર્જી વાડીનાર ખાતેથી નવલખી પોર્ટ ખાતે લઈ જવાનુ હોય પરંતુ તેમાથી માત્ર ૨૩૦૦૦ લીટર ડિઝલ પહોચાડેલ હોય અને ૧૦૦૦ લીટર ડીઝલ કિ.રૂ. ૮૦,૯૯૧નુ નિયત જગ્યાએ નહી પહોચાડી કોઇ જગ્યાએ પોતાના રીતે છળકપટથી ડીઝલ ટેન્કરમાથી ખાલી કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text