મોરબી જિલ્લામાં કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા 31 સામે કાર્યવાહી

- text


7 રિક્ષાચાલકો, 2 કારચાલકો, 5 દુકાનદારો, 10 માસ્ક વિના ફરતા અને 7 કરફ્યુભંગના કેસ કર્યા:

મોરબી: રાત્રી કરફ્યૂ ભંગ, દુકાનો, લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર જાહેરમાં હરતા ફરતા અને નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા તેમજ કારચાલકો વિરુદ્ધ મોરબી જિલ્લામાં રવિવારે કુલ 31 કેસો કરવામાં આવ્યા હતા.

- text

જેમાં માળીયા મિયાણામાં 1 સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ, શાકભાજી દુકાને માસ્ક વગર બેસેલા 2 વેપારી સામે, મોરબી તાલુકા પોલીસે 1 સીએનજી રીક્ષા ચાલક સામે, મોરબી સીટી એ.ડીવી. માસ્ક વગરના 6, કરફ્યૂભંગ બદલ 2, બી.ડીવી. પોલીસે માસ્ક વગરના 1, 4 સીએનજી રીક્ષાચાલક, કરફ્યૂભંગ બદલ 5 સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક વિનાના 1 દુકાનદાર, ફ્રુટની લારીએ માસ્ક વગર 1, ચા- લચ્છીની લારીએ માસ્ક વગરના 3 ધંધાર્થીઓ સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે માસ્ક વગર 3 દુકાનદાર સામે, ટંકારા પોલીસે વધુ પેસેન્જર ભરેલી 2 કારચાલક સામે અને 1 રીક્ષા ચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી વાહનો તેમજ લારીઓ જપ્ત કરી હતી.

- text