વાંકાનેરમાં રૂ. 60,600નો વિદેશી દારૂ ઝડપાયો

- text


ત્રણ આરોપીઓ પકડાયા, એક ફરાર

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપરથી ઇગ્લીશ દારૂની ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટરસાયકલચાલક તથા ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઇગ્લીશ દારૂની 156 બોટલો તથા બીયરના 48 ટીન (કી.રૂ. 60,600) મળી કુલ રૂ. 3,55,600ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

આજે તા. 22ના રોજ વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર ગ્રેનીટો સીરામિકના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે.

જેમાં પોલીસે રાકેશ નાનાભાઇ મછાર, રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ ઇન્દરીયા અને અરવિંદ વિરજીભાઇ ઇંદરીયાને મેક ડોવેલ્સ નંબર-1 સુપરીયર વ્હિસ્કી, બોટલ નંગ 120 (કિં.રૂ. 45,000), ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા બોટલ નંગ 24 (કિં.રૂ. 7200), ગ્રેવીટી પ્યોર ગ્રેન વોડકા બોટલ નંગ 12 (કિં.રૂ. 3600) તથા કીગ ફીશર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ટીન નંગ 48 (કી.રૂ. 4800) સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપી પરેશભાઇ લવાભાઇ નાકીયા નાશી ગયો હતા.

- text

પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ઇકો કાર, હીરો સ્પેલન્ડર તથા મોબાઇલ મળી કુલ રૂપીયા 3,55,600ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.

- text